હતો !
હતો !
1 min
14.3K
બે ઘડી માટે જમીનથી વેંત બે અધ્ધર હતો,
મારી માનો હાથ જયારે મારા ખભ્ભા પર હતો !
દુશ્મનો ફૂલો લઈને હારબંધ ઊભાં હતાં,
એય કાતિલ દોસ્ત, તારા હાથમાં પથ્થર હતો.
સાવ સાચો પ્રેમ મારો ક્યાંય સાબિત ના થયો,
એની નફરતનો પુરાવો એટલો નક્કર હતો !
આપણા સંબંધનો આ તે કેવો વસમો સમય !
આપ બીજાના ઘરે ને હું તમારે ઘર હતો.
તું નહોતી એ ક્ષણો પણ સાવ ખાલી ક્યાં હતી !
પાંદડા ન્હોતા ને જાણે ઝાડમાં મર્મર હતો.
આદમી, તું આદમીની હદમાં રહીને બોલજે,
યાદ કર, કે એક દિવસ તુંય પણ બંદર હતો !
જાતને દૂલ્હો ગણીને જિંદગી જીવ્યો 'નિનાદ',
જિંદગીની જાનનો હું આમ તો અણવર હતો !