Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kinjal Pandya

Abstract

2  

Kinjal Pandya

Abstract

વિશાળ દરિયો

વિશાળ દરિયો

1 min
450


વિશાળ દરિયો છે તું...આમ કંઈ અટકાય??

ભરતી અને ઓટ તો તારી ઓળખ છે ...

આમ કંઈ ઢીલા પડાય..??


છે અમાસની કાળી રાત તો શું થયું..!?

પૂનમ આવવાની કયાં વાર છે???

વિશાળ હૈયું તારું, વિશ્વ એમાં સમાય,

પછી કયાં અધૂરા કે પાછળ રહેવાની વાત છે???


રાખ ધીરજ, હૈયામાં હામ રાખ..

થોભવુ એ તારો સ્વભાવ નથી,

તો સ્વભાવ વિરુદ્ધ કેમ જવું??

તારા કિનારે બેસી સ્વર્ગ પ્રાપ્તિની અનુભૂતિ થાય છે.

પછી કયાં ઓછા પણાની વાત છે??


તો ઉઠાવ તારી લહેરો, લાવ એમાં તરંગ,

ચૂમી લે આભ ને, લાવ તારામાં જોમ,

અગર જોઈએ જો તને મારો સાથ,

કર એક અવાજ, કિનારે જ બેઠી છું તારા,

પછી કયાં એકલા ચાલવાની કે રહેવાની વાત??

વિશાળ દરિયો છે તું તો આમ કંઈ અટકાય??


Rate this content
Log in