Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Bhajman Nanavaty

Others

3  

Bhajman Nanavaty

Others

મમતાની દેવી

મમતાની દેવી

1 min
290


તન હીંડોળે, મન ચકડોળે,

ભાવિની ભીતરમાં કૈંક ખોળે.                     


વેલીનાં બે ફુલ, નીકળ્યાં ધતુરાના,

ઉછેર્યાં, પાળ્યાં, પોષ્યાં, થયાં ચતુરાના,

હતું કેવું મજાનું વસેલું ઘર પોળે,

જીવન-સંધ્યા, ઘરડા-ઘરને ખોળે !


તપન તનની, તડપ મનની,

ઉરની અગનમાં શેકાય જનની.

સાથી વિના, સંગી વિના મન શેં કોળે,

વદન મ્લાન, અશ્રુ ડોકાય ડોળે.


દીનાનાથ ! તેં શું ભાખ્યું છે ?

કોણ જાણે મન તેં ભાંગ્યું છે, 

સમી સાંજે, અંતર-વ્યથા શું ડખોળે !

ભલું થજો ફુલોનું, માગું ભાવે ભોળે.


Rate this content
Log in