Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sanket Vyas Sk

Drama

4.9  

Sanket Vyas Sk

Drama

જીંદગી જીવવાની મજા જ તો છે

જીંદગી જીવવાની મજા જ તો છે

2 mins
1.2K


 મળેલું અને ચાહેલું બંને શબ્દો એક જેવા લાગે છે પરંતુ આ બંને શબ્દો કંઈક નવું જ શીખવાડી જાય છે. આ બંને શબ્દો વિશે થોડી વાત કરું. 

મળેલું એ આપણું ખુદનું છે. જે મળ્યું છે તેમાં ખુશ રહેવું હોય તો મળ્યું છે એ માણી લેવું જોઈએ. મળ્યું છે એ માણવાની પણ કંઈક અલગ જ મજા છે. મળેલું દરેક વખતે કંઈક નવું જ શીખવાડી જાય છે. મજા તો ત્યારે આવે જ્યારે આપણું ખુદનું છે એ વિશે આપણે જાણતા હોઇએ અને આપણને એ માણતા આવડતું હોય. હું બીજી વાત કરી રહ્યો હતો એ "ચાહવા" વિશે હવે થોડુંક કહું. 


ચાહવું આ શબ્દ જ કંઈક અલગ જ સમજાવી જાય છે. ચાહવું એટલે કંઈક નવું જ શીખવાડી જાય છે. એના દ્વારા આપણે કંઈક પામવાની/પ્રેમ કરવાની/અપેક્ષા રાખવાનું શીખીએ છીએ. આપણી કંઈક બનવાની અપેક્ષા એ એક પ્રકારની ચાહના જ તો છે. ના મળ્યું હોય એ વિશે ચાહવાની વાત પણ એક અલગ મજા જ તો છે. આ જ વાત પરથી મારી કલમ દ્વારા આ શબ્દો નીકળ્યા છે જે નીચે પ્રમાણે છે......

 "મળ્યું એ માણવાની પણ મજા છે 

ના મળ્યું એ ચાહવાની પણ 

 એક અલગ મજા જ છે"

     તો ચાલો દોસ્તો એ કવિતા થકી સફર કરીએ.

 મળ્યું એ માણવાની પણ મજા છે 

ના મળ્યું એ ચાહવાની પણ 

             એક અલગ મજા જ તો છે.


એક માં એક ઉમેરો તો બે થાય 

     એવું શિક્ષક શીખવાડી ગયા

   પરંતુ બે માંથી એક બાદ કરો તો 

       એકલા થઈ જવાય એવું 

 આ જીંદગી શીખવાડી ગઈ.


કળિયુગની આ કમાલ છે દોસ્ત 

રમત રમતાં માણસ ગમી જાય 

પણ શું કહેવું તમને એ દોસ્ત 

ગમતાં માણસ જ રમત રમી જાય.


ઘણા લોકો માટે હું સારો નથી હોતો

અરે દોસ્ત તમે જ કહો ખુદ

સુખથી ભરેલો દરિયા શું ખારો નથી હોતો?


એટલે જ તો કહું છું દોસ્તો

જે મળ્યું એ માણવાની અને જે નથી મળ્યું 

 તે ચાહવાની પણ અલગ 

મજા જ તો છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama