Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vipul Patel

Others

3  

Vipul Patel

Others

આ જિંદગી

આ જિંદગી

1 min
13.7K


આ જિંદગી કેવી સતાવે છે મને,
એ નામ મારું લઈ વટાવે છે મને.

આજે હું મરવાની અણીએ છું અને,
એ જીવવા કાજે પટાવે છે મને.

થોડા હશે મારા કરમ સારા અહીં,
તેથી જ તરફડતા બચાવે છે મને.

લે ! જ્યાં હવે એ રામને થોડો ભજું,
ત્યાં જાનકીથી એ હટાવે છે મને.

થોડો જપીને બેસું જો અંદર જરા;
એ ફૂંક મારીને જલાવે છે મને.


Rate this content
Log in