Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dipal Upadhyay

Inspirational Classics

4  

Dipal Upadhyay

Inspirational Classics

કોણ છે ?

કોણ છે ?

1 min
13.6K


ઘોર અંધારે હજી અજવાસ જેવું કોણ છે ?

આ હૃદયના કોઈ ખૂણે ખાસ જેવું કોણ છે ?

જે સતત મારી જ સાથે રહી મને શ્વસતું રહ્યું, 

મારી ભીતરમાં પ્રગટ સહવાસ જેવું કોણ છે. 

મારી આજુબાજુ કેવળ કોણ પડછાયા રુપે ?

સાવ પડખે આમ એ આભાસ જેવું કોણ છે ?

આ અકથ સંવેદનાઓ શબ્દ રુપે હોય છે, 

આમ એ ગઝલોમાં કહીએ પ્રાસ જેવું કોણ છે. 

ક્યાંય દેખાતું નથી કેવળ અનુભૂતિ બને, 

ફૂલમાં ફોરમ રુપે સુવાસ જેવું કોણ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational