Quotes New

Audio

Forum

Read

Contests

Language


Write

Sign in
Wohoo!,
Dear user,
શ્યામના સપના !
શ્યામના સપના !
★★★★★

© Sapana Vijapura

Others

1 Minutes   7.0K    8


Content Ranking

ચૂંદડી તેં શ્યામ, રંગેલી કરી,
વાંસળીથી શ્યામ, તે ઘેલી કરી.

મેં કર્યા રસ્તા હ્રદયમાં આવવા,
શ્યામ જો, મેં આંખમાં ડેલી કરી.

નીર ધારે ચાલતો તું આવજે,
પ્રેમરસની આજ મેં રેલી કરી.

બાવરી હું બાવરી વનવન ફરું,
શ્યામ શીદને ભાન ભૂલેલી કરી ?

શ્યામ તું તો, રુક્ષ્મણિનો કંથ છે,
કેમ  રાધા જગમહીં  પહેલી કરી ?

શ્યામ મળવા કુંજગલીઓમાં ફરું
વ્રજની ગોપીઓ મેં સાહેલી કરી.

ચૂલે આંધણ નાથ બળતાં જાય રે,
લોક હસતા, શ્યામ તેં છેલી કરી.

છોડ  મુજ નાજુક કલાઈ કહાન  તું
જો ચૂડીઓ તેં જ તુટેલી કરી.

શ્યામના ‘સપના’ નયનમાં હું સજુ
હેતની હૈયામાં  તેં  હેલી કરી.

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..