Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nisha Shah

Romance

3  

Nisha Shah

Romance

મને તરબોળ કરી ગયો

મને તરબોળ કરી ગયો

1 min
6.9K


વરસાદના છાંટણા પડે તો હ્રદય થનગની ઊઠે,

વરસાદ રીમઝીમ પડે તો મનમયુર નાચી ઊઠે.

વરસાદ મુસળધાર પડે અને આપણને, 

તરબોળ કરી દે એ પણ એક લ્હાવો છે!


પ્રેમના વરસાદનું પણ એવું જ છે!

પ્રેમનો ગુલાલ આજ મને તરબોળ કરી ગયો.

ખબર નથી આજ મને શું થઈ ગયું!

એ તેજસ્વી આંખની મસ્તી,

આજ મારી આંખે ચઢી છે!


એ લટકતી વાળની લટો;

આજ અડપલે ચઢી છે!

ને ગાલના ખંજન ઘાયલ,

કરવા મને જીદે ચઢ્યા છે!

એના હાસ્યનો ગુલાલ ચોમેર વેરાઈને,

મારા અંગે અંગ પર પથરાઈ ગયો છે!


વર્ષોની તપસ્યા ભંગ કરવા કોક અપ્સરા રણે ચઢી છે,

ને મારા પગ નીચેથી રેતી જાણે સરકતી જાય છે!

ખરે જ મારું તપ ઓસરતું જાય છે;

મારા પગ નીચેની રેતી સરકતી જાય છે,

જાણ્યે અજાણ્યે આકર્ષણના દરિયે,

ઘસડાતો જાઉં છું હું!


સંયમની સીમાઓ પાર,

થઈ ગઈ ખબર ન પડી.

ક્યારે એને પકડવા હાથથી,

અડપલા થઈ ગયા,

થયું કે વાઘણની બોડમાં,

હાથ નાખ્યો છે પણ ના !

વીફરેલી વાઘણ નથી એ !


મોં પર તામ્ર વર્ણ છવાઈ ગયો છે,

તેજસ્વી આંખો શરમથી ઝૂકી ગઈ છે,

લટકતી લટો પ્રેમના વમળે ચઢી છે,

ગાલના ખંજને શરમના,

શેરડાનો ઘુંઘટ ઓઢયો છે,

અને પેલો હાસ્યનો ગુલાલ !


બેઉને તરબોળ કરી રહ્યો છે,

આજ મળી ગઈ મને મારા હ્રદયની સામ્રાજ્ઞી,

પ્રેમનો ગુલાલ અમને બેઉને તરબોળ કરી ગયો.



Rate this content
Log in

Similar gujarati poem from Romance