બીજું શું જોઈએ?
બીજું શું જોઈએ?
1 min
6.5K
પ્રેમમાં થોડા પુજારી જોઈએ?
પ્રેમ કરવા તો ખુમારી જોઈએ.
આપણી વચ્ચે ગળાડુબ પ્રેમ છે,
તો ઈગો બંને ઉતારી જોઈએ.
ભૂલ સાથે પ્રેમને અપનાવવા,
સાવ ખુલ્લા દિલની બારી જોઈએ.
પ્રેમ કરવામાં રહી થોડી કચાશ,
જિંદગી પાછી મઠારી જોઈએ.
વાત મારા દિલની કરવી છે પ્રશાંત,
જિંદગી સાથે ગુજારી જોઈએ?