Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Babulal Chavda

Others

3  

Babulal Chavda

Others

ખપ લાગશે તને

ખપ લાગશે તને

1 min
7.1K


મારી સ્મૃતિ યે ક્યાંક તો ખપ લાગશે તને,
ક્યારેક ક્યાંક મારી તલપ લાગશે તને.
 
દુનિયાની બધી વાતો ગળે ઊતરી જશે,
જે હું કહીશ આજ એ ગપ લાગશે તને.
 
હમણાં અહીં તો ચારેતરફ અંધકાર છે,
હમણાં તો દોરડું યે સરપ લાગશે તને.
 
ચાલી રહ્યું છે શ્વાસમાં જે નામનું રટણ,
ફોગટ બધું યે મારું આ તપ લાગશે તને.
 
જોયા કરીશ એકીટશે મારી વાટ તું,
પાંપણ ફરકશે ત્યાં જ ભીનપ લાગશે તને.
 
તું રોકશે છતાં ય હું રોકાઇ નહિં શકું
ત્યારે એ મારી વ્યર્થ ઝડપ લાગશે તને.


Rate this content
Log in