Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Yashvant Thakkar

Others

3  

Yashvant Thakkar

Others

છેવટે તો

છેવટે તો

1 min
6.7K


છેવટે તો નર્યાં વળગણો થઈ ગયાં,
નામનાં એ બધાં સગપણો થઈ ગયાં.

આજ થઈ જાણ કે વાળ ધોળા થયા,
આજ અળખામણાં દર્પણો થઈ ગયાં.

ઝાડની જોઈ લો ખાનદાની તમે;
એ સુકાયાં પછી બળતણો થઈ ગયાં. 

કાલ અભરાઈ પર ધૂળ ખાતાં હતાં;
આજ એ કિંમતી તારણો થઈ ગયાં.

જો બને તો હવે મૌન પાળો જરા
મૌન બાબત ઘણાં ભાષણો થઈ ગયાં.


Rate this content
Log in