અંતરનો અવાજ
અંતરનો અવાજ
છાની રાખો વાતડી
ભવભવની બાંધી પ્રિતડી
ટૂટી મારી નિંદરડી
જોઈ રહી વાટલડી
————————–
વાતડીમાં માલ નહી
પ્રીતડી છુપાય નહી
નિંદરડી રીસાઈ નહી
વાટલડી ખૂટી નહી
————————–
મૌનને ધારણ કરી
પ્રીતનો પાલવ પકડી
નિંદરમાંથી જાગી ગઈ
વાટલડી વળી ગઈ
——————————
મૌન સમજાવી ગયું
પ્રીત પરખાવી ગયું
સપનું સજાવી ગયું
અંતરમાં ઉતરી ગયું.