Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Dilip Ghaswala

Others

3  

Dilip Ghaswala

Others

શ્વાસની ચાદર

શ્વાસની ચાદર

1 min
13.8K


શ્વાસની ચાદર આ કાણી થઈ જતી,
જિંદગીની કેવી લ્હાણી થઈ જતી !

પ્રેમનાં પુષ્પો ઉગાડ્યાં તે છતાં,
લાગણી સૌ ધૂળધાણી થઈ જતી.

સ્વપ્નમાં નિરખી હતી ગઈકાલ જે-
વાત એ આજે પુરાણી થઈ જતી.

જાદુ છે સંબંધનો અદભુત જુઓ,
હું નથી બોલ્યો ને વાણી થઈ જતી.

પાનેતર અશ્રુનું ઓઢીને 'દિલીપ',
હોવું ખુદ પીડાની રાણી થઈ જતી.


Rate this content
Log in