Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Nayan Nimbark

Others

4  

Nayan Nimbark

Others

એક યુદ્ધ - પોતાની વિરુદ્ધ

એક યુદ્ધ - પોતાની વિરુદ્ધ

1 min
14.3K


એક યુદ્ધ - પોતાની વિરુદ્ધ,

રોજ લડું છું,
મારી લાગણીઓ,
મારી ઇચ્છાઓ,
મારા વિચારો,
અને મારી આખીયે હયાતીની વિરુદ્ધ...

એક યુદ્ધ - પોતાની વિરુદ્ધ,
જ્યાં હું જીતું છું,
અને હું જ હારું છું.
જનોઇવઢ ઘા કરીને
ખુદને લોહી-લુહાણ કરું છું.
વિજયનો ઉન્માદ અનુભવું છું,
અને દર્દનો ચિત્કાર પણ.
અને હર એવા જયઘોષ કરું છું મારી ખુદની વિરુદ્ધ.

એક યુદ્ધ - પોતાની વિરુદ્ધ,
બસ ભિષ્મની જેમ,
બસ અર્જુનની જેમ,
એ મહાબલિ કર્ણની જેમ.
આખીએ ઘટનાનાં કારણની જેમ.
શ્વાસોનાં ભારની જેમ.
હણાવા અને મરાવાની બસ એક માત્ર ઇંતેજારીમાં,
સર્વસ્વ હોમી દેતા પતંગાની જેમ.
હંમેશા શસ્ત્રો ઉગામ્યા છે મેં પોતાની વિરુદ્ધ.

શબ્દ છું,
અને એટલું જ અસ્તિત્વ છું!!
વરદાન છું, ને અભિશાપ પણ!
કારણ છું, સાવ જ અકારણ હોવા માટે.
અને વિરમું છું મૌનમાં હર શબ્દની વિરુદ્ધ !


Rate this content
Log in