Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Masum Modasvi

Classics Tragedy

4  

Masum Modasvi

Classics Tragedy

મૌન જેવું બસ હવે વર્તાય છે

મૌન જેવું બસ હવે વર્તાય છે

1 min
12.7K


મૌન જેવું બસ હવે વર્તાય છે,

બે શબદ ક્યાં બોલવાના થાય છે.

અંતરે પલતી વફાની આરજુ,

રુહ કિંતુ દર બદર ભટકાય છે.

આંખડી દીદાની પ્યાસી બની,

ચાહ ભીની ભાવના છલકાય છે.

ભીતરે રાચે મિલનની ચાહના.

દુરથી મનમાં હજું મલકાય છે.

પગ રવોની રણઝણાહટ ગુંજતી

ને નજરથી ના કશું દેખાય છે.

આયખું જેના ભરોસે રાચતું,

એજ વાતે મન ભલું રીબાય છે.

સાથ માસૂમ પામવા આશા રહી,

પણ જગતમાં ક્યાં ચહેલું થાય છે.


Rate this content
Log in