Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Shivaji Rajput Shivam Vavechi

Fantasy Comedy Others

5.0  

Shivaji Rajput Shivam Vavechi

Fantasy Comedy Others

ફેરવી દઇએ (ગઝલ) -શિવમ વાવેચી

ફેરવી દઇએ (ગઝલ) -શિવમ વાવેચી

1 min
7.0K


લહેરોને જો ધારાં તો હવામાં ફેરવી દઇએ,

દરદ વધતું નથી નહિતર; દવામાં ફેરવી દઇએ.

 

 અમારે તો બધા અંકો રહ્યા છે પૂજવા લાયક,

મળે સત્તર; તો એને પણ, સવામાં ફેરવી દઇએ.

 

 જરા જોજો, પડે ના દાગ ચાદર જિંદગીની છે,

નથી કપડું જગતનું કે નવામાં ફેરવી દઇએ.

 

 હજી તો કૂંપળું ફૂટ્યું નથી ને એ વિચારે છે,

જ્યાં કણ બેસે કણસલે ને કવા*માં ફેરવી દઇએ.

 

 બધી બાજી અમારી ગોઠવેલી ફેરવી નાખે,

આ વખતે આવવું એનું જવામાં ફેરવી દઇએ.

 

* પ્રતિકૂળ વાતાવરણ જેથી કણસલામાં દાણો પૂરો પાકે નહી, ટૂંકમાં કૂપોષિત દાણો.

 

 


Rate this content
Log in