Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chandrakant Nirmal

Others

2  

Chandrakant Nirmal

Others

એની 'મા'

એની 'મા'

1 min
6.7K


નાના નાના ભૂલકાં
શેરીમાં રમતાં રમતાં રમતા ઝઘડતાં.
 
એ કહેતો..
'કહી દઈશ મારી મા ને..'
'મા' ઉપર તેને ભરોસો હતો.
 
રમતા થાકી ઘરે જઈ
'મા, ભૂખ લાગી છે' કહેતા
ડબામાં પડેલ એક રોટલાના
ત્રણ ભાગ કરી, એમને જમાડી
પાણી પી 'મા' સૂઇ જતી.
 
પારકા કામ કરવા જતાં
સાથે લઈ જતી,
ઓસરીમાં રમતાં રમતાં
તેનો પગ લાગતાં
કાચનું કુંડું તુટી જતાં,
મા' કહેતી
એને કાંઈ ન કહેતા બા,
મારા પગારમાથી વાળી લેજો'
એને બહુ વ્હાલ કરતી 'મા'..
 
દવાખાનેથી પાછા ફરતા
એ કાયમ મીઠાઈ ઘરે લઈ જતો
એની 'મા'ને બહુ ભાવતી
નાનપણમાં તેને પ્રેમની
મીઠાશમાં તરબોળ
કરી દેતી 'મા',
ભણાવી ગણાવી 
પેટે પાટા બાંધી
ડોક્ટર બનવા સુધી
સધિયારો દેતી 'મા'
 
આજે પણ એણે મીઠાઈ લીધી
ગાડીમાં બેઠો, ઘર બાજુ જતાં
 
એકદમ જ ગાડી મંદિર તરફ વાળી,
માતાજીના ચરણોમાં મીઠાઈ ધરી,
પ્રસાદ લેતાં
એની આંખમાંથી
બે અશ્રુબિન્દુ ખરી પડ્યા.
 


Rate this content
Log in

More gujarati poem from Chandrakant Nirmal