Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Pramod Mevada

Others

3  

Pramod Mevada

Others

ક્યારેય

ક્યારેય

1 min
13.6K


ઉથાપી ન શક્યો આંખનો મલાજો ક્યારેય,
એટલેજ ન ઊઠ્યો શરમનો જનાજો ક્યારેય.

ફેલાતી રહી તૃષ્ણાઓ હ્ર્દયની અવિરત,
સમય તરફથી ન આવ્યો તકાજો ક્યારેય.

હતી વાત અમસ્તીય બે શબ્દોની આપ-લેની,
અમને ક્યાં નડ્યા કોઈ સમાજો ક્યારેય!

વસાવ્યું હતું અમીટ આંખોમાં મૃગજળ,
રેત પર ચાલ્યા છે ખરા જહાજો ક્યારેય!

ફરી વળ્યો ખૂણેખૂણો ઉપરવાળાનાં ધામનો,
અલગારી મંદિરે પઢી છે ક્યાં નમાજો ક્યારેય.


Rate this content
Log in