Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Chaitanya Joshi

Inspirational

3  

Chaitanya Joshi

Inspirational

આપણું

આપણું

1 min
13.4K


માનવતાને લીધે છે અસ્તિત્વ આપણું,

બાકી આકૃતિમાં શું મહત્ત્વ આપણું ?


આહાર, નિદ્રા, ભય ને મૈથુનમાં છે સામ્ય,

ધર્મને લીધે જ રહ્યું આધિપત્ય આપણું.


ટકાવી રાખવા જાતને અનુકૂલન જરુરી,

ફરિયાદના સૂરે ના રહે સાતત્ય આપણું.


મળે છે જે પરિસ્થિતિ મઝાની માનવાની,

બળાપા થકી એ હિચકારું કૃત્ય આપણું .


નદી નાવ સંજોગ હવે હંકારી લઈએ કદી,

વહેલામોડું એ સમજવાનું સત્ય આપણું.


Rate this content
Log in