Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Shaurya Parmar

Inspirational Tragedy Others

2  

Shaurya Parmar

Inspirational Tragedy Others

‘શૌર્ય’ ક્યાં જાય?

‘શૌર્ય’ ક્યાં જાય?

1 min
6.9K


હું બીમાર હોવ

અને તું લોટો પાણી લઈ નજર ઉતારે,

બીમારી ઝટ કરતાને ભાગી જાય..

તું જ બોલ હવે આ ‘શૌર્ય’ ક્યાં જાય?

હું બીમાર હોવ

અને તું લીંબુનું શરબત બનાવી આપે,

તાજગી ઝટ મારામાં આવી જાય,

તું જ બોલ હવે આ ‘શૌર્ય’ ક્યાં જાય?

હું બીમાર હોવ,

તું માથે મીઠાના પાણીના પોતા મુકે,

માંદગી ઝટ કરતીને નાસી જાય,

તું જ બોલ હવે આ ‘શૌર્ય’ ક્યાં જાય?

હું બીમાર હોવ,

તું મીઠામાં બાફેલા મગ બનાવી આપતી,

કડવા મોઢે સ્વાદ સ્વાદ આવી જાય,

તું જ બોલ હવે આ ‘શૌર્ય’ ક્યાં જાય?

હું બીમાર હોવ,

તું ખોળે સુવડાવી ગોળી પીવડાવતી,

હાથ તારો અડકેને મીઠાશ આવી જાય,

તું જ બોલ હવે આ ‘શૌર્ય’ ક્યાં જાય?

હું બીમાર હોવ,

તું મને તેડીને ફરતી એ હજુ યાદ છે,

રાજા હોવ એવો રૂઆબ જામી જાય,

હું બીમાર હોવ,

તું ખાતી નહીં,

કેટલીય બાધાઓ, મંદિર અને પૂજાઓ,

જેથી આ ‘શૌર્ય’માં જીવ આવી જાય,

તું જ બોલ હવે આ ‘શૌર્ય’ ક્યાં જાય?


Rate this content
Log in