થાય છે
થાય છે
1 min
13.8K
જીંદગીમા નીર માફક,ચાલવાનું થાય છે.
અંત વેળા સાગરોને,પામવાનું થાય છે.
રૂપ ધારે છે હરણનું, કૈંક ઈચ્છાઓ ભલા,
ઝાંઝવા પીધા પછીયે,જીવવાનું થાય છે.
યાદ આવે છે તમારી,સાંજવેળા એ સદા,
ને પછી તો રાત આખી,જાગવાનું થાય છે.
રાહ લાંબી ચાલ ધીમી,છે સમય ટુંકો હવે,
શિખરોને આંબવામા,દોડવાનું થાય છે.
ક્યાં મળે છે ઈચ્છા મુજબના,ધોરણો અભ્યાસમા,
એક માટે બીજુ સઘળું, ત્યાગવાનું થાય છે.