લાગશે,
લાગશે,
1 min
13.9K
સ્કેચ જયારે પણ અરીસો લાગશે,
માણસોયે પણ મશીનો લાગશે.
કેમ સરવાળા કરી શકશો તમે?
થાક જો તમને વદીનો લાગશે!
લોટરી એણે કદી લીધી નથી,
લાગશે ત્યારે જમીનો લાગશે.
ફૂલ જેવી હોય જો તારી નજર,
આંખ પણ એની બગીચો લાગશે.
કોક 'દિ મારા વગર તો રહી જુઓ,
એક દિવસ પણ મહિનો લાગશે.
જાત શણગારી પ્રિયે! સૂવો નહિ,
ક્યાંક રાણીનો હજીરો લાગશે.
લાગશે ગાલિબ કદી 'નિનાદ' તો,
કોઈ વેળા એ કવિડો લાગશે!