Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vijay Jadav

Inspirational

3  

Vijay Jadav

Inspirational

આજની ગઝલ

આજની ગઝલ

1 min
13.4K


અમે તો આવી જ ટાઢમાં મળતાં 'તાં,

પછી આ તન કેરા તાપણે ગળતાં 'તાં.

પ્રથમ હ્રદય ઉર્મિઓમાં કંપન થતું,

પછી ગરમ આવરણમાં ઓગળતાં 'તાં.

ધ્રુજારી જ્યારે વધી જતી દેહમાં,

સમાવવા એને તનમાં તન મળતાં 'તાં.

આ એ જ જગ્યા છે જ્યાં અમે બેસતાં,

જતા'વતાં રોજ અહિ અમે વળતાં 'તાં.

પહેલાં જેવું હવે તો ક્યાં રહ્યું છે!!

પહેલાં કોઈને માણસો છળતા 'તા ?

વિજય'પુરાણા સમયની વાતો ન થાય,

કે ઘરના એક તાવડે પુરી તળતા 'તા.


Rate this content
Log in