Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harshida Dipak

Others

3  

Harshida Dipak

Others

રણઝણતું એ ઝાંઝર બોલે

રણઝણતું એ ઝાંઝર બોલે

1 min
6.9K


લાલ રંગની ભાત ભરેલી નાનકડી પગલીમાં ઓલું લીલું લીલું પણ ડોલે
લટકાતી-મટકાતી ચાલે છમછમ કરતી ઝાંઝરિયુનું ઝીણું ઝીણું ગાન બોલે
રણઝણતું એ ઝાંઝર બોલે..
 
સોળ વરસથી કૂવા કાંઠે
ગાગરડી ભરવાને કાજે
સૈયર કેરો સંગ કરીને
પગલાં પાડે પડખે આજે
 
અલક-મલકની વાત ઊઘડે આંખલડીમાં ધીમાં ધીમાં પ્રિતમના કામણને ખોલે
રણઝણતું એ ઝાંઝર બોલે..
 
વાંસલડીના સૂર સૂણીને
કોયલ ટહુકે ડાળે બેઠી
ઘેલી રાધા ભાન ભુલીને
મોહનની પડખે જઈ બેઠી
 
ભવભવની એ પ્રીત ભરેલી હરખાતી ધીમેથી બોલે કોઈ ન આવે એની તોલે
રણઝણતું એ ઝાંઝર બોલે..


Rate this content
Log in