Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Ashish Aghera

Others

2  

Ashish Aghera

Others

બાળપણ

બાળપણ

1 min
1.2K


સ્કૂલના શર્ટ પર થતો રૂમાલનો શણગાર,
હું પણ ક્યારેક હતો ભોળપનો ભંડાર...

પ્રાર્થનાથી શરૂઆત કરતા અમે,
બધા કે બાળક તો છે પ્રભુનો અવતાર...

માસ્તર સાહેબથી કંટાળી ગયા,
રિસેસ પડતીને નાસ્ટપેટીનો ઈંતજાર...

બોર્ડ પર દોરતા માસ્તરના હાસ્યચિત્રો,
મિત્રો સાથે કરતો મોજમસ્તી અપાર...

યાદ છે હજુ એ સાહેબનો ઠપકો,
લઈ આવતો ઉજાસમાં દૂર કરી અંધાર...

અનમોલ એ પાંચ કલાક પૂરા થયા,
છૂટી ગયા નો તરત થતો ઘંટડીનો ટહુકાર...

ઘરે જતી વેળાએ કરતા કારનામા,
એજ તો હતું બાળપણ મારું મજેદાર...

મુસાફિર બાળક હતા એ જ સારું હતું,
મોટા થયા પછી જિંદગી બની છે અણધાર...


Rate this content
Log in