Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Inspirational

3  

Pravina Avinash

Inspirational

ત્યારે !

ત્યારે !

1 min
7.0K


હાથમાં હાથ હોય ત્યારે

*****************

*તેમાં પ્રેમ વહેતો હોય,

*જેમાં કરૂણાનો અહેસાસ હોય,

*સહાનુભૂતિ છલકતી હોય.

*જીવન પ્રવાહ વહેતો હોય,

*ચેતનાનો સંચાર હોય,

*સહાય કરવા તત્પર હોય,

*મિલનની ઉત્કંઠા હોય.

*******************

વાણી મુખથી નિસરે ત્યારે

*******************

*જેમાં મધુરતા હોય,

*પ્રેમથી છલકાતી હોય

*મીઠાશથી ભરપૂર હોય.

*મૃદુતાથી સભર હોય,

*કડવાશથી જોજન દૂર હોય,

*આડંબરથી અલિપ્ત હોય,

*સચ્ચાઈનો રણકો હોય.

*વિનયશીલ સરળ હોય.

******************

પગ ડગલાં ભરે ત્યારે

*****************

*પગલામાં જોમ હોય.

*સાચી દિશા તરફ હોય.

*સાચવીને મુક્યા હોય.

*અંતર કાપવાની હામ હોય .

*સ્થિરતા પૂર્વક હોય.

*સહાય કરવા તત્પર હોય.

*વિચારીને વિહરતા હોય.

*****************

આંખ દૃશ્ય નિરખેત્યારે

****************

*આંખેથી અમી ઝરતાં હોય.

*નજારો નિહાળતી હોય.

*આશાથી પરિપૂર્ણ હોય.

*ઉમંગથી ઉભરાતી હોય.

*કુદરતને માણતી હોય.

*સૌંદર્યનું પાન કરતી હોય.

*કરૂણાથી છલકાતી હોય.

*છળ કપટથી વેગળી હોય


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational