Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mukesh Jogi

Romance Tragedy

2.5  

Mukesh Jogi

Romance Tragedy

આ સફરની વેદના કોને કહું

આ સફરની વેદના કોને કહું

1 min
6.9K


આ સફરની વેદના કોને કહું,

શેષ છે સંવેદના કોને કહું,


ધન, સત્તા, વૈભવ બધું હોવા છતાં,

એ જ માં ની ઝંખના કોને કહું,


શ્વાસ છું ના નોંધ લેતું કોઈપણ,

રોજ ની અવહેલના કોને કહું,


સાવ એકાંકી ટહુકો ડાળનો,

વૃક્ષની વિડંબના કોને કહું,


રૂબરૂમાં એ અસંભવ હોય છે,

સ્વપ્નની સંભાવના કોને કહું,


લ્યો પુરી થઇ આ કિતાબે જીંદગી,

શેષ છે પ્રસ્તાવના કોને કહું,


વાત જયાં સંભવ નથી "જોગી"હવે,

માંહ્યલી આ યાચના કોને કહું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance