Harshida Dipak

Others


3  

Harshida Dipak

Others


વરસી પડ્યાં વાદળ

વરસી પડ્યાં વાદળ

1 min 14K 1 min 14K

સાવ અચાનક નભ માથેથી વરસી પડ્યાં વાદળ 
કયા શબ્દોમાં લખવો મારે વરસાદીલો કાગળ
 
રાતો સઘળી ઝળહળ લાગે પ્રણય પાંદડું ફૂટે 
અને સવારે પાન -પાનમાં પ્રગટે ઝીણી ઝાકળ
 
ફૂલ બગીચે બેસી રહીયે સાંજ વીંટાતી આવે 
પાંપણ ઢાળી કરે પ્રતિક્ષા અને વધેરે શ્રીફળ
 
દ્વાર ઉપર જ્યાં પડ્યા ટકોરા કોના છે ભણકારા 
પ્રેમલ - ઝરણું ખળખળ વહેતું એમ કરું છું અટકળ
 
તું જે આપે એ જ મજાનું જીવન જીવવા માટે 
ધરી દીધી છે હવે હરિવર તારા ચરણે હરપળ


Rate this content
Originality
Flow
Language
Cover Design