Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nisha Shah

Drama

3  

Nisha Shah

Drama

શ્યામરંગી હાથ

શ્યામરંગી હાથ

1 min
504


નાનકડા હાથને લાગ્યો છે રંગ, 

કાળો ને કાબરચીતરો એવો રંગ!


ચિત્રકામ કરતા લાગ્યો છે રંગ?કે

નાની વયે મજૂરી કરતા ,લાગ્યો રંગ!


વધતી ઉંમર સાથે હાથ થાય મોટા,

એમાં પણ લાગ્યા ચિત્રવિચિત્ર રંગ!


મોટા મોટા હાથનો છે કાળો કાળો રંગ,

કોલસાની ખાણનાં ખાણિયાનો હાથ?


કે દિવાલોને રંગ કરનાર રંગારાનો હાથ!

જાત જાતનાં હાથને લાગ્યો છે રંગ!


કોણ જાણે કેમ નથી ગમતા આ હાથ,

કાળી મજૂરી કરતા નાના નાના હાથ,


ને કાળા ધંધા કરતા મોટા મોટા હાથ,

સૌને ગમે સ્વચ્છ ગોરા ગોરા હાથ!


રંગોથી રંગબેરંગી કરો સૌ હાથને,

ભલે પછી હોય એમાં હોળીનો ઉમંગ,


પ્રેમથી એકબીજાને લગાવો રંગ,

શરત એજ કે ન લેતા એ કાળો રંગ!


નાનકડા હાથને લાગ્યો છે આ રંગ,

મોટા મોટા હાથને પણ ધૂળેટીનો રંગ!


કાનાએ લીધો રંગ કાળો,

કહેવાયો એ રંગ શ્યામ!


હવે ગમે શ્યામરંગી હાથ,

નાના કે મોટા શ્યામરંગી હાથ!



Rate this content
Log in