સહારો
સહારો
1 min
6.9K
જોજનો દૂરથી આવતા અંદેશા;
કરી દે છે કેમ આપણને નોખા?
સાચવીને બહુ રાખ્યા છે સંબંધને;
છે અજાયબ ને બહુ અનોખા.
તારી સાથેનો અંતિમ જ હશે એ,
ચાલ કરી લઈએ હિસાબ ચોખ્ખાં!
થતાં થઈ ગયો ના પૂછવા રહ્યો,
પ્રેમની દુનિયાના નિયમ બહુ જુદાં.
હવે તો આપણો એક જ સહારો છે;
કહીએ એને ઈશ્વર કે કહીએ ખુદા.