Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Priti Bhatt

Drama

2.5  

Priti Bhatt

Drama

ભરી શકતો નથી...

ભરી શકતો નથી...

1 min
6.9K


વાંસળીના સુર ભરી શકતો નથી,

આમ ભવસાગર તરી શકતો નથી.

 

પાનખરમાં ફૂલ તૂટી કયાં જશે?

સ્મિત ભમરનું વીંસરી શકતો નથી.

 

ચિત્ત ઓવારે અટૂલું કોશતું,

યાદમાંથી ઉંભરી શકતો નથી.

 

કશ્મકશમાં આમ જીવન જીવતા,

હું વ્યથામાં પાંગરી શકતો નથી.

 

મૃગજળ સંગાથ દોસ્તી વાહલી,

 ક્ષિતિજ સંગાથે ફરી શકતો નથી.

 

ઓ દિલ આજે કેમ તૃષામાં વહે,

પ્રેમના રસને ધરી શકતો નથી.

 

આઇનાની રમત કેવી ભિન્ન છે,

સત્યનો અક્ષ વિસ્તરી શકતો નથી.

 

પ્રીત ભ્રમણા કાજ નાટક છે

હવે,

ડગ મિલન માટે ભરી શકતો નથી.

 

 

 

 

 

 

 

 

 


Rate this content
Log in

Similar gujarati poem from Drama