બીજી દીકરીનો જન્મ
બીજી દીકરીનો જન્મ
1 min
13.7K
મારી બીજી દીકરીનો જન્મ થયો ત્યારે
હોસ્પિટલમાં
હું ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડ્યો હતો...
હા, બીજી પણ દીકરી જ આવીને એટલે.
પણ એ દીકરી જેમ-જેમ મોટી થતી ગઈ
એમ-એમ એણે જીવનના હરએક તબક્કે
મને હું જેટલું રડ્યો હતો
એના કરતા
અનેક ગણો હસાવ્યો...
મારી રડતી રીતસર બંધ કરી નાખી
જડમૂળથી!
જો ટાઈમ મશીન મળી જાય તો
મારે પાછું જવું છે એ ક્ષણોમાં
જયારે મારી બીજી દીકરીનો જન્મ થયો હતો...
મારી દીકરીને વ્હાલી કરીને
ખૂબ્બજ હસવા
મારા રુદનનું પ્રાયશ્ચિત કરવા!