Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Drsatyam Barot

Others

3  

Drsatyam Barot

Others

ગુરુજી

ગુરુજી

1 min
13.1K


ગુરુજી તમે માટી,હવા,જળ,
આગને આકાશ છો,
બ્રહ્માંડ દેવો કણ મહીં,
ઊર્જા બની ફરનાર છો.

કલ્યાણ કરતાં જગતનું,
આશિષ બધાને આપતા,
જગની બધી ભૂલો તમે,
તો માફ પણ કરનાર છો.

ગુરુજી તમે જીવન મહીં ના,
વિષ બધા પીનાર છો,
દર્દો બધા આ જગતના,
પણ કાયમી હણનાર છો.

બ્રહ્માંડ આખું જગતમાં,
ફરતું તમારા શ્વાસથી,

શ્વાસો મહીં લોહી બની,
ખુદ દેવના દાતાર છો.

રસ્તો બતાવી સત તણો,
આ જિંદગીનું જોમ છો,
ધીરજ વિનય જેવા કરમ,
દિલમાં સદા ધરનાર છો.

કણ-કણ મહી સત્યો બની,
રસ્તો તમે દેખાડતા,
ખુદ આગમાં બળતા રહી,
સૌને સુખો દેનાર છો .

શ્રીરામ- કૃષ્ણને સદા રસ્તો,
બતાવ્યો કરમનો,
આ જગતમાં ગૂરુજી તમે,
બ્રહ્મ તણો અવતાર છો


Rate this content
Log in