હોય છે
હોય છે
કોઈ કોઈ અંગત જોવ તો કેવા ભડ હોય છે,
ને કોઈ કોઈ અંગત સાવ કેવા જડ હોય છે.
ફના થઈ જાવ કોઈ પર છતાં કોન જાણે કેમ,
કદર કરવામાં કોઈક સાવ એવા જડ હોય છે.
કોઈ દૂર રહી ને પણ લાગણી કળી જાય, તો,
કોઈ સાથે રહી સમજે નહીં તેવા જડ હોય છે.
સબંધો હોય ક્ષણ એક ના કે આખા ભવના,
એવા સાથે ના જોડ જે પશુ જેવા જડ હોય છે.
કરૂણા કહો કે કહો કઠણાઈ 'સતીષ' તમે આ,
અનુભવ છે બધાને કે માણસ કેવા જડ હોય છે.