Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Vyas

Classics

3  

Kalpesh Vyas

Classics

ઘડિયાળ -એક જોગર્સ પાર્ક

ઘડિયાળ -એક જોગર્સ પાર્ક

1 min
336




ઘડિયાળને જોઈને મુજમનમાં

અમુક અતરંગી વિચાર આવે છે


ઘડિયાળનું ગોળ ડાયલ જાણે

ગોળાકાર જોગર્સ પાર્ક લાગે છે


સેકંડ, મિનિટ, કલાકના કાંટા

જાણે સહું ફેરા ફરતા જાય


6-6 અંશે આગળ ખસીને

દર ફેરે 60 ડગલાં ભરતા જાય


દર 5-5 ડગલે એક અંકને મળીને

કુલ 12 અંકોને એ મળતા જાય


સેકંડનો કાંટો ઝડપથી ચાલે

એથી એ પાતળો-લાંબો લાગે


મિનીટનો કાંટો સહેજ ધીમો ચાલે

એટલે જ એ કદમાં મધ્યમ લાગે


કલાકનો કાંટો સૌથી ધીમો ચાલે

એથી એ ઠીંગણો અને જાડો લાગે!


Rate this content
Log in

Similar gujarati poem from Classics