Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Megh Bindu

Inspirational Classics

4  

Megh Bindu

Inspirational Classics

ધન્યતા

ધન્યતા

1 min
13.8K

ધીમાં ધીમાં પગલાં ભરતાં કિરણોને રે ભાળું,

તેજ સ્વરૂપ એ પરમેશ્વરને રોજરોજ નિહાળું.

મનનું આંગણ ઝળહળ ઝળહળ,

ઝળહળ શ્રધા દ્વાર.

ઓમકારનો નાદ ગુંજતો,

હૈયાને દરબાર.

સમરણ પ્રભુનું કરતાં કરતાં ચિતડું એમાં ઢાળું,

તેજ સ્વરૂપ એ પરમેશ્વરને રોજરોજ નિહાળું.

સૂર્ય જેમ અજવાળું અહીંયા,

સંબંધોની સૃષ્ટિ.

અંતરના ઇશારા સમજી,

કરું પ્રેમની પુષ્ટિ.

સાક્ષીભાવથી રહી જગતમાં મનખાને અજવાળું,

તેજ સ્વરૂપ એ પરમેશ્વરને રોજ રોજ નિહાળું.

પાપ પુણ્યના લેખાંજોખાં,

કરવાં કેવી રીતે?

કર્મોના હિસાબ આપતા,

જન્મારાઓ વીતે.

જન્મ મરણના ફેરાઓને કેમ કરીને ટાળું?

તેજ સ્વરૂપ એ પરમેશ્વરને રોજરોજ નિહાળું.

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational