Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vaishali Mehta

Abstract Tragedy

4.5  

Vaishali Mehta

Abstract Tragedy

વહુનું શું ?

વહુનું શું ?

1 min
204


ચાર દીવાલ ને પાંચમી હું,

મૂક સાક્ષી હર ક્ષણનાં, હવે વધુ કહેવું શું ? 


પારકાંને પોતીકાં કરી જીવવાનું

સામે આ અપેક્ષા ન રખાય; શું ? 


અનુરૂપ સૌને થઈને જીવવાનું

તો સ્વમાન નેવે મૂકવાનું શું ? 


ઉર- ઉમંગ ને આશાઓ ગઈ ઓગળી !

પાંખો ફફડાવીનેય હવે ક્યાં ઊડશું ?


ટીપાઈ-ટીપાઈને લાગણીઓ થઈ પથ્થર ! 

અશ્રુધોધ ગયો સૂકાઈ ! હવે ખાળશો શું ? 


અંત:મને ઝૂરાપો કેટલો

રાખ પણ હવે દેખા દેશે કે શું ! ? 


દીકરો અતી સવાયો ને દીકરી-જમાઈ અણમોલ ! 

ઘર-પરિવાર સાચવનારી વહુનું શું ? 


Rate this content
Log in

Similar gujarati poem from Abstract