Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sapana Vijapura

Romance

3  

Sapana Vijapura

Romance

ઇન્તેઝાર કેમ છે ?

ઇન્તેઝાર કેમ છે ?

1 min
165


દિલ મારું નાજુક બેકરાર કેમ છે ?

કોઈનો રહેતો ઇન્તેઝાર કેમ છ ?

હાયે વિજોગણની આ રાત શે વિતે ?

હાયે તડપતી આ સવાર કેમ છે ?


છે પાનખરમા ફૂલનીય આરજુ,

તૂજ સંગ જાતી આ બહાર કેમ છે ?

પરદા કોઈ તો આપણી વચે નથી,

તાણી સમાજે આ દિવાર કેમ છે ?


તું જો નહી તો ક્યાં હું છું અખંડ,

પણ જાણું છતાં દિલ આ ગમાર કેમ છે ?

ભૂલું હું પણ કઈ રીતથી કહો તમે,

હર એક ક્ષણ તૂજ યાદગાર કેમ છે ?


સપના છો ખૂલી આંખનાં તમે હવે,

હર વક્ત આંખોમાં ખુમાર કેમ છે ?

દિલ મારું નાજુક બેકરાર કેમ છે ?

કોઈનો રહેતો ઇન્તેઝાર કેમ છ ?


Rate this content
Log in