માતૃત્વ
માતૃત્વ
1 min
6.9K
સળી સળેકડા ડાળીઓ લાવીને,
ચકલી ને ચકલો એક માળો બનાવે.
ત્રણ ઇંડાઓ મૂકે છે માળામાં,
હેત ને જતનથી ઇંડાઓને સેવે.
બે બચ્ચાંઓ જન્મયાં વહેલી સવારે,
ચિચિયારી કરી એનાં આગમનને વધાવે.
દૂર દૂર ઊડી જઈને બચ્ચાંઓ માટે,
ચાંચમાં ભરીને એ દાણાંઓ લાવે.
છે નિર્દોષને અબોલ એ પંખી જુઓ,
કેવી નજાકતથી એ માતૃત્વ નિભાવે.