Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nisha Shah

Others

3  

Nisha Shah

Others

સપનાના વાવેતર - ૨

સપનાના વાવેતર - ૨

1 min
558


છેલ્લુ સ્વપ્ન છે એ અંતિમ સફરનું,

ધીરેથી ખોલજો પાંપણો પોઢ્યું છે શમણું.


આંખ્યું ઉઘડતા એ ઉડી જશે આભમાં,

નવલા રૂપ ધરી વિહરશે એ વ્યોમમાં.


પહોંચી જશે એ કોક બીજા મલકમાં

પંખીડા ખોળશો મા.


મેં તો સપનોને સાબદા કર્યા છે

પંખીડા વ્હેલા આવો.


મેં તો સપનોનાં વાવેતર કર્યા છે

પંખીડા ચણવા આવો.


મારા શમણાને લાગ્યા છે પંખ આજ

ઉડ્યા અગમ પંથે બેઠા અનંત અટારીએ


નીરખે છે નેણલાં અમી ભર્યા

કેવા પોઢ્યાછે ચિર નિદ્રામાં આજ


મારા શમણાંની સેજ થઇ છે સૂની

પંખીડા કલરવ કરશો મા.


મેં તો સપનોના સોદા કર્યા છે,

પંખીડા હવે ના આવશો.


મેં તો સપનોને સાકાર કર્યા છે.

પંખીડા હવે ના આવશો.


Rate this content
Log in