Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chaitanya Joshi

Others

4  

Chaitanya Joshi

Others

નભ.

નભ.

1 min
13.5K


પિતાની છત્રછાયા સમ સૃષ્ટિમાં શોભતું નભ.

દિવસરાત અવનીને સદાકાળ એ ઢાંકતું નભ.


ચાંદો સૂરજ એનાં નેત્રો સમ ચમકનારા કેવા !

તારલિયાની જમાતે નિશાસંગ એ ઓપતું નભ.


પ્રભાતે રવિકિરણો સંગાથે જગને જગાડનારું,

વાદળ સહારે વર્ષાૠતુ ટાણે એ વરસતું નભ.


વર્ષાવિદાયે સૂરપ્રકાશે ઇન્દ્રધનુના સપ્તરંગથી,

ધરાને રીઝવવા રખેને સાજને એ સજતું નભ.


ગ્રીષ્મકાળે થૈ નિરભ્ર જાણે એકલવાયું ભાસે,

સીધાં કિરણો ભાસ્કરનાં ધરાને એ ધરતું નભ.


કડકડતી ઠંડી શિયાળે ના કોઈ નભ નિરખતું,

રજનીરાણીની સંગાથે શકેને ચમન કરતું નભ.


ગ્રહણવેળા શશીસૂર્યની વ્યોમ મધ્યે સરજાતી,

થૈ અણોહરું એકલપંડે ભયંકર એ ભાસતું નભ.


Rate this content
Log in