Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pragna Vashi

Others

3  

Pragna Vashi

Others

અમે રસ્તો હમેશાં અન્યથી

અમે રસ્તો હમેશાં અન્યથી

1 min
14K


અમે રસ્તો હમેશાં અન્યથી નોખો બનાવીને,
ઊભા છીએ અમારી આંખમાં અર્જુન વસાવીને.
 
ભલે હો મૂળ થડ કે પાંદડા પંખીની ફરતે પણ,
અમે તો ધ્યેયને વીંધ્યું ભીતર ધૂણી ધખાવીને.
 
બધો અંધાર એકી સાથ ક્યાંથી દૂર પણ થાયે,
અમે સૂરજને સળગાવ્યો ભીતર વહ્નિ જલાવીને.
 
ન એને કોઈ સમજાવો કે બંધન શું ને મુક્તિ શું?
ભલે એ સ્વપ્નમાં ઊડે, સતત પાંખો કપાવીને.
 
ન ગમતાં કોઈના ફોગટ દિલાસા એટલે જુઓ,
નવી રીતે હસી લીધું અમે આસું વહાવીને


Rate this content
Log in