Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parul Barot

Others

3  

Parul Barot

Others

ફૂટી કે શું?

ફૂટી કે શું?

1 min
13.6K


આ વસંતી વાયરાને જીહ્વા ફૂટી કે શું?
ફૂલ ગુલાબી પાંદડાને જીહ્વા ફૂટી કે શું?

રંગને સુગંધની મહેફિલ હમેશા જામતી,
અતરોના ડાયરાને જીહ્વા ફૂટી કે શું?

પથ્થરોની કેદથી અકળાઈને ફૂટી કૂંપળ,
લાગણીની વારતાને જીહ્વા ફૂટી કે શું?

ઝાકળોના ઝૂંડ બેઠા પાંદડા પંપાળવા,
મૂળિયાં લગ ચાહવાને જીહ્વા ફૂટી કે શું?

ડાળખી ઝૂકી અને ભરતી સલામો તુજને,
હે કવિ, તારી ગિરાને જીહ્વા ફૂટી કે શું?


Rate this content
Log in