મેં એવું તે શું કહી દીધું?
મેં એવું તે શું કહી દીધું?
ઓ યે સમજ હવે નાદાન મારા યાર,
વારંવાર રિસાવું હવે ના શોભે તને બે યાર,
મારી શું થઈ ગઈ છે મોટી ભૂલ..
નાસમજ તને હવે કેમ સમજાવું ?
મેં એવુ તે શું કહી દીધું...?
હા ઘણુંબધું કહી દીધુંં...
અને દિલ સોંસરવું
ઉતરી રહી ગયુંં.
મેં એવું તે શું કહી દીધું..?
મન ઉદાસ થઈ ગયું,
મન અવાચક થઈ ગયું,
મૌન મૌન થઈ રહી ગયું,
મેં એવુ તે શું કહી દીધું..?
ધરતી સ્તબ્ધ અને આકાશ,
નમ થઈ ગયું...
મારો અંતરાત્મા,
શૂન્ય થઈ ગયો...
ઘણુ ઘણુ કહી દીધું,
ના કહેવાનું કહી દીધું...
જાણે મારો દિલ પરનો
વિશ્વાસ ઊઠી ગયો..!