Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Chirag Padhya

Inspirational Others

4  

Chirag Padhya

Inspirational Others

આ દિવાળીમાં !

આ દિવાળીમાં !

1 min
13.9K


કૃપા વરસાય અવિરત તું આ દિવાળીમાં,

આશિષ દે અનાહત તું આ દિવાળીમાં.


ગરીબોના ઘેર પણ ઝગમગે આજ દીપ,

જાદુ કર અય કુદરત તું આ દિવાળીમાં.


ઘર ઘર ચહેકાય રોનક તું આ દિવાળીમાં,

હૃદયે પ્રસરાય ચાહત તું આ દિવાળીમાં.


ભાઈચારો વધે, ઘટે હવે ઈર્ષા અને દ્વેષ,

જાદુ કર અય કુદરત તું આ દિવાળીમાં.


ફેલાય ઉત્સવની રંગત તું આ દિવાળીમાં,

દૂર કર સ્વાર્થની આહટ તું આ દિવાળીમાં.


નિઃસ્વાર્થ મનાવીએ એક થઇને દિવાળી,

જાદુ કર અય કુદરત તું આ દિવાળીમાં.


Rate this content
Log in