Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sapana Vijapura

Inspirational

4  

Sapana Vijapura

Inspirational

આ દેશ ક્યાં આઝાદ છે ?

આ દેશ ક્યાં આઝાદ છે ?

1 min
13.9K


જનતા અહીં પળવળ મરે આ દેશ ક્યાં આઝાદ છે ?

સૌ ધર્મને નામે ચરે આ દેશ ક્યાં આઝાદ છે ?


બાળક સતત જ્યાં ટળવળે છે રોટલીનાં ટૂકડે

નેતા બધાં ખીસ્સા ભરે આ દેશ ક્યાં આઝાદ છે ?


સસ્તી છે ઈજ્જત મા બહેનોની અહીં કોડીથી પણ

એ રાતમાં ફરતા ડરે આ દેશ ક્યાં આઝાદ છે ?


સરકાર આ કેવી છે?ઓફીસર તો રખડી ખાય છે

ફાઈલના થોથા કરે આ દેશ ક્યાં આઝાદ છે ?


ઝૂપડપટીની ના શરમ છે, ના ગરીબીની પડી

નેતા તિજોરી બસ ભરે આ દેશ ક્યાં આઝાદ છે ?


ગાંધી,જવાહર કે ભગતસિંહની શહાદતનું શું થયું ?

"સપના" વિદેશે તું ફરે આ દેશ ક્યાં આઝાદ છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational