Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Yashvant Thakkar

Comedy

2  

Yashvant Thakkar

Comedy

કોણ?

કોણ?

1 min
6.9K


કોણ છપ્પનિયા કાળની સાક્ષીએ નીરખે
ભોગના છપ્પન થાળને?
 
બંધ પરદાની પાછળ હોંશે હોંશે
કોણ જમે?
કોણ જમે..છોડીને પોતાનાં અગણિત ભૂખ્યાં બાળને?
 
કોના તાવડામાં રોજ રોજ તળાય
આ ‘લીલા’ નામે મરચાં?
 
કોણ પૂરે
પરચાભૂખી આંખોને જોવા અઢળક દુર્ઘટનાના પરચા?
 
ખુદનાં મસ્તકમાં બેઠી ડાકણને કોણ ધુત્કારે?
 
કોણ
ખુદનાં મસ્તક પર ખુરશી જોરથી ફટકારે!
 
શ્રદ્ધા નામે રમતનો-
કોણ ખોલે ભેદ?
 
અંધારિયા અડીખમ કિલ્લામાં કોણ પાડે છેદ?
 
કોણ નર્મદ? કોણ યોધ્ધો? કોણ વીર?
 
કોણ નરબંકો?
ઊંઘણશી નગરની નિશાળે
 
હવે-
‘ડાંડિયા’ વડે કોણ પાડે ડંકો?
 
 


Rate this content
Log in

Similar gujarati poem from Comedy