Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
કવિતાનો કૂપો
કવિતાનો કૂપો
★★★★★

© Gunvant Upadhyay

Others

1 Minutes   13.5K    8


Content Ranking

જો ગજકેસરી યોગ પામ્યા સરસ હો,
કવિતાનો કૂપો પામ્યા અસલ હો !

દિવાલો વટાવી નજર સ્હેજ નોંધો,
દિવાલોની પાછળ જગત પણ સહજ હો!

જગત-જીવ-ઈશ્વર બધું અક્ષરોમાં-
સમાઈ જતું જાણે ખીલ્યું કમળ હો !

આ નાભિકમળથી અહોરાત્ર પ્રગટે;
અને શ્વાસ-ઉચ્છ્વાસ સઘળે ભ્રમણ હો !

હું એકાન્તમાં પણ તને કાં સ્મરું છું ?
છીએ એકબીજાંની ભીતર; સમજ હો !

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..