Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BINAL PATEL

Children Stories Others

5.0  

BINAL PATEL

Children Stories Others

ગરીબી

ગરીબી

1 min
465


મારી લાગણીઓને હું લાચાર જ સમજુ,

હાથની એ લકીરોને હું બસ સાદી રેખા જ સમજુ,

દુઃખી માણસની દાસ્તાન હું બસ એક વાર્તા જ સમજુ,

મદદના નામે ઉઠતા એ હાથને હું દયા જ સમજુ,


કેટ-કેટલા સપના અને ઈચ્છા રોળાય છે રોજ,

કેટ-કેટલા બચપણના બાગ બળે છે રોજ,

કેટ-કેટલા હાથ મજૂરીમાં જોડાય છે રોજ,

કેટ-કેટલા પરિવારની ખુશીઓ ખંખેરાય છે રોજ,


શું કરું, શું કરી શકું હું આ જગ માટે ?

આ પરિવાર માટે, આ માસુમ હાથ માટે ?

લાગણીઓના તાર તો ખેંચ્યા જ છે મેં,

મદદના સાચ્ચા હાથ મળે એની વાટમાં,


જોઈ આવા મજુર બાળકોના હાથમાં પાવડો,

આંખ મારી અંજાય, દિલ મારુ દુભાય,

લાગણીઓ લપસે ને શબ્દોનું ઘોડાપુર,

બસ આમ જ થંભી જાય,

મારી કાગળ અને કલમ પણ થોભી જાય,


બસ,

ઉમ્મીદની આશમાં માસુમો જીવી જાય,

હાથની રેખા બસ મજૂરીમાં જ ભૂંસાઈ જાય,

જિંદગી આખી રોળી ખાય,

હસતા મોઢે ને ખરબચડા હાથે,

પરિવાર સંગ પ્રેમમાં પોઢી જાય.


Rate this content
Log in