Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Ravi Gohel RJ Ravi

Comedy Inspirational

3  

Ravi Gohel RJ Ravi

Comedy Inspirational

પહેલો સગો પાડોશી

પહેલો સગો પાડોશી

1 min
13.7K


પહેલો સગો પાડોશી પછી ભલે હોય એ નડતર મોટી,

મન હી મન જલનથી બળીને ભગવાનને ચડાવે લોટી.

ગટર, પાણીનાં પ્રશ્ન રોજે જુબાની આપે બહું મોટી,

સાથે ક્યાંય ચાલે નહીં, બેસી રહે પહેરી ટુંકી લંગોટી.

ફિલ્મી ગીતો મોટે અવાજે સાંભળે અને માથે રાખી ચોટી,

ધર્મનો જાણે ધુરંધર હોય એમ સાંજે આરતી કરે મોટી.

એકબાજુ નારાયણ અને બીજી બાજુ અલ્લાહ હોય,

ક્યાંક ધુન અને ક્યાંક ઊંમરા જકાત ઊધરાવતા હોય.

વેપારમાં કાંઈ નહીં - જાણે વાતોથી દેશ ચલાવતો હોય,

ઘરમાં ભલે ઝગડો પણ વાતોની મીઠાશ અનોખી હોય.

મારા એ સગા નથી - મારો છે પાડોશી અને કળતર એક મોટી,

નાહીને સવા કલાક ઘરમાં ફરશે - વાળી ટુવાલની છોટી લંગોટી.

એ ટાઈમટેબલમાં રહેતો નથી, દુનિયા મુજબ ચાલતો નથી,

કાર પાર્કિંગમાં તકલીફ કરે છે છતાં એ મારો દુશ્મન નથી.


Rate this content
Log in